નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “What is the name of Ajmo In English? (અજમા ને ઇંગલિશ માં શું કહેવાય?)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Ajmo શબ્દ ના ચોક્કા English અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ અજમો શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
અજમો એ એક મસાલા નું નામ છે, કદાચ હાલ પણ તમારા રસોડા માં આ મસાલો જરૂર હાજર હશે. અજમા નું નામ ઇંગલિશ માં તો તમને અહીં જોવા મળશે સાથે સાથે તેના વિષે ઘણી ઉપીયોગી માહિતી પણ તમને અહીં જોવા મળશે, જે કદાચ તમને ખબર નહિ હોય.
આ પણ જરૂર વાંચો- Seek Meaning in Gujarati
Table of Contents
What is the name of Ajmo In English? (અજમા ને ઇંગલિશ માં શું કહેવાય?)
અજવાઇન અથવા અજમો તે ટ્રેચીસ્પરમમ અમ્મીના પ્રજાતિ ના બીજ છે. અજમા નો ઉપીયોગ એ ગુજરાતી કે ભારતીય વાનગીઓમાં ખુબ જ સામાન્ય છે. કારણકે આપણે આનો ઉપીયોગ ગરમ મસાલા તરીકે કરીએ છીએ. અને અજમાના સ્વાસ્થ્ય ફાયદા પણ ખુબ છે.
અજમો (Ajmo) – Carom seeds (કેરમ સીડ્સ)
તમને હવે અજમા ને ઇંગ્લિશ ભાષા માં શું કહેવાય એ તો ખબર પડી ગઈ, પણ તેના સ્વાસ્થ્ય વિષે ના ફાયદા વિષે ખબર છે? તો ચાલો અજમા વિષે થોડી ઉપીયોગી માહિતી અને તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિષે વાત કરીએ.
વ્યાખ્યા (Definition)
- કોઈ પણ વસ્તુ ની સંપૂર્ણ કિંમત ઓળખવી કે કોઈ ના કામઆ એક ગરમ મસાલાનું ગુજરાતી નામ છે, જેનો ઉપીયોગ આપણે રસોઈમાં વિવિદ્ધ વાનગીઓમાં કરીયે છીએ.ના વખાણ કરવા.
સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)
- Carom seeds (કેરમ સીડ્સ)- (ke-ram-si-ds)
શબ્દ સ્વરૂપ (Part of speech)
આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે.
- સંજ્ઞા (noun)
Useful Information About Carom seeds in Gujarati (અજમા વિશે ગુજરાતી માં થોડી ઉપયોગી માહિતી)
આ બીજ થોડા બદામી કે કથ્થાઈ રંગ જેવા હોય છે, જે તમને ઉપર દેખાતા ફોટા માં જોવા મળી જશે. અજમા નો સ્વાદ ખુબ તીક્ષ્ણ અને કડવો હોય છે. તે દેખાવ માં બીકલુલ જીરું જેવા લાગે છે, પરંતુ તેનો સ્વાદ અને સુગંધ જીરું થી તદ્દન અલગ છે.
અજમો હંમેશાં આખા બીજ તરીકે વેચાય છે, પરંતુ તેનો ઉપીયોગ પાઉડર તરીકે પણ થઈ શકે છે. આ બીજ નો ઉપીયોગ રાંધવાના મસાલા તરીકે અને ઔષધિ તરીકે લેવાય છે.
Image Source- Pixabay
આ બીજ અતિ પૌષ્ટિક હોય છે, તે ફાઇબર, એન્ટી ઓકિસડન્ટો અને અન્ય વિટામિન્સ અને ખનિજોથી ઘા સમૃદ્ધ છે. આને કારણે જ સ્વાસ્થ્ય લાભો માટે આ બીજ નો ઉપીયોગ લગભગ હાર એક ઘર માં થાય છે, અને લાંબા સમયથી પરંપરાગત ભારતીય દેશી દવા બનાવવા માં ઉપયોગમાં લેવાય છે.
Health Benefits of Carom Seeds (અજમા ના આરોગ્ય લાભો)
અજમાના બીજમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. જે મનુષ્ય શરીર માટે ખુબ ફાયદાકારક છે, જે બેક્ટેરિયા અને ફૂગના વિકાસને અટકાવવા ખુબ મદદરૂપ થાય છે.
આ બીજ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર તમારા શરીર માં ઓછું શકે છે. હાઈ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર હૃદય રોગ માટેના ખુબ જોખમકારક પરિબળો છે.
હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન એ એક સામાન્ય રોગ બની ગયા છે, પણ આ તમારા હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. આ બીજ માં થાઇમોલ જેવા ઘટકો શામેલ છે. જે તમારા બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે, અને હૃદય રોગ જેવી સમસ્યા સામે લડવામાં તમારી મદત કરી શકે છે.
અજમાના બીજ સામાન્ય રીતે પાચન ક્રિયા ના પ્રશ્નોના ઘરેલું ઉપાય અને આયુર્વેદિક દવા તરીકે વધુ ઉપયોગમાં લેવાય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આ બીજ અલ્સર સામે લડી શકે છે, જે અન્નનળી, પેટ અથવા નાના આંતરડા ના ઉદ્ભવે છે.
આ બીજ ના સેવન થી પેટ ના ગેસ અને અપચો જેવા પ્રશ્નો ને રોકવા અને સારવારમાં પણ તમારી ખુબ મદદ કરી શકે છે. અપચા અને ગેસ ના કારણે તમને પેટ માં દુખે ત્યારે અજમા ની ફાકી નું સેવન કરી શકાય.
અજમા ના બીજ કે તેનો પાવડર ખાંસી અને કફ જેવી સમસ્યા થી રાહત આપી શકે છે. જે અસ્થમાવાળા લોકો માતે આ બીજ વધુ ફાયદાકારક સાબિત થયા છે, જે શ્વસન ક્રિયા માં સુધાર લાવી શકે છે.
પેટ માં થતી બળતરા માં તમારી ખુબ મદત કરી શકે છે, જયારે તમે અજમની ફાકી નું સેવન કરી શકો છો. મોટા ભાગે આ બળતરા એસીડીટી ની સમસ્યા ને કારણે ઉદ્ભવે છે.
અજમા ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Ajmo)
- અજમો ઘણા સ્વાસ્થ્ય લાભ ધરાવે છે.
- Caraway seeds has many health benefits.
- આજે મેં વાનગીમાં અજમો નો ઉપીયોગ કર્યો છે.
- Today I have used Caraway seeds in a dish.
- અજમો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મદદરૂપ છે.
- Carom seeds is helpful to reduce cholesterol.
FAQ
લવિંગ in meaning English?
લવિંગ ને અંગ્રેજીમાં “Cloves” કેહવામાં આવે છે.
What is the meaning of ajwain leaf in English?
You can simply call it “Caraway leaf or Carom leaf” in English language.
અસ્વીકરણ (Disclaimer)
અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is the name of Ajmo In English? (અજમા ને ઇંગલિશ માં શું કહેવાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.